
RTE Gujarat Admission 2024 Form: RTE (Right To Education) ગુજરાત પ્રવેશ દ્વારા બાળકોનાં પ્રવેશની પ્રક્રિયા ચાલું કરી દેવામાં આવી છે. આથી, ગુજરાત રાજ્યનાં નવાં શૈક્ષણિક વર્ષ દરમિયાન બાળકોની પ્રવેશ પ્રક્રિયા અંગેની માહિતી બહાર પાડવામાં આવેલ છે. જેમાં પ્રાથમિક શિક્ષણ મેળવવાં માટે બાળકોને મોટી તક આપવામાં આવે છે.
RTE Gujarat Admission 2024 દ્વારા બાળકોનાં શૈક્ષણિક વિકાસ માટે કામગીરી કરવામાં આવે છે. હાલમાં, RTE ગુજરાત પ્રવેશ દ્વારા ધોરણ-1 માં પ્રવેશ મેળવતા બાળકો માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત બાળકોને ધોરણ-1 થી ધોરણ-8 સુધીમાં મફત શિક્ષણ આપવામાં આવશે. ઉપરાંત, વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપવામાં આવશે. આ પ્રવેશ પ્રક્રિયા વિશેની વધુ માહિતી આપણે નીચે જાણીશું.
યોજનાનું નામ | RTE Gujarat Admission 2024 |
કોણ લાભ લઇ શકે છે? | ધોરણ-1 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ |
લાભાર્થીની પાત્રતા | કુટુંબની વાર્ષિક આવક 1,00,000 થી ઓછી હોવી જોઇએ. |
વય મર્યાદા | બાળકની વય 6 વર્ષ હોવી જોઇએ. |
અરજીની પ્રક્રિયા | ઓનલાઇન |
ઓફિશીયલ વેબસાઇટ | https://rte.orpgujarat.com |
RTE ગુજરાત પ્રવેશ પ્રક્રિયાનો હેતુ | RTE Gujarat Admission Purpose
RTE Gujarat Admission 2024 નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ ધોરણ-1 માં પ્રવેશ મેળવી શકે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ મફત અભ્યાસ મેળવી શકે. જેમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ પણ મળશે. આ યોજના મુજબ વિદ્યાર્થીઓ તથા વાલીઓને ખુબ જ સહાય મળશે. જેથી બાળકો મફત અભ્યાસ કરી શકે અને આર્થિક સહાય પણ મેળવી શકે.
RTE ગુજરાત પ્રવેશ પ્રક્રિયામાં લાભાર્થીની પાત્રતા | RTE Gujarat Admission 2024 Eligibility
- RTE Gujarat Admission 2024 હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની વય 6 વર્ષ સુધીની હોવી જોઇએ.
- લાભાર્થીનાં વાલીની વાર્ષિક આવક 1,00,000 થી ઓછી હોવી જોઇએ.
- લાભાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઇએ.
RTE ગુજરાત પ્રવેશ પ્રક્રિયામાં જરુરી ડોક્યુમેન્ટ | RTE Gujarat 2024 Documents
- વાલીનું આધારકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- આવકનો દાખલો
- જાતિ અંગેનું પ્રમાણપત્ર
- જન્મનું પ્રમાણપત્ર
- બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
RTE Gujarat 2024 માં અરજી કઇ રીતે કરવી? | RTE Gujarat 2024 Apply Online
- સૌ પ્રથમ લાભાર્થીએ RTE Gujarat 2024 ની ઓફિશીયલ વેબસાઇટ https://rte.orpgujarat.com પર જવાનું રહેશે.
- હવે, લાભર્થીએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
- આ ફોર્મમાં વાલીએ નામ, આધારકાર્ડ અને માંગેલી અન્ય વિગતો ભરવાની રહેશે.
- હવે, તમારે ગુગલ મેપમાં તમારી શાળા પસંદ કરો.
- ફોર્મ ભરાયા પછી તમારી અરજી કરી લો.
- છેલ્લે, તમારી અરજીની પ્રિન્ટ કાઢી લો.
- તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઇ ગયું છે.

FAQ. વારંવાર પૂછતાં પ્રશ્નો
1. RTE Gujarat 2024 શું છે?
જવાબ. RTE ગુજરાત પ્રવેશ પ્રક્રિયા હેઠળ વિદ્યાર્થીઓને ધોરણ-1 માં પ્રવેશ મેળવવામાં આવે છે.
2. RTE Gujarat 2024 માં લાભાર્થીની પાત્રતા શું હોવી જોઇએ?
જવાબ. આ યોજનામાં વિદ્યાર્થીની વય 6 વર્ષ સુધીની હોવી જોઇએ.
3. આ યોજનામાં લાભાર્થીને શું લાભ મળે છે?
જવાબ. આ યોજનામાં લાભાર્થીને મફત પ્ર્રાથમિક શિક્ષણ તથા અભ્યાસ દરમિયાન સ્કોલરશીપનો લાભ મળે છે.
4. આ યોજના માટે આરજીની પ્રક્રિયા કેવી છે?
જવાબ. ઓનલાઇન