Advertising

Apply Online For Ikhedut Portal Yojana :ગુજરાત ખેતીવાડી ની યોજનાઓ 2024

Advertising

Advertising

ikhedut portal yojana| ગુજરાત ખેતીવાડી ની યોજનાઓ 2024 : ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વર્ગો માટે વિવિધ યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. આ તમામ યોજનાઓ ની ઓનલાઈન અરજી માટે ગુજરાત સરકાર દ્વારા એક ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવેલું છે. જેનું નામ આઇ ખેડૂત પોર્ટલ ikhedut Portal છે. જેમાં ખેતીવાડીની તમામ યોજનાઓ વિશેની માહિતી દર્શાવેલી છે. તેમજ આ પોર્ટલ વડે વિવિધ ખેતીવાડીની યોજનાઓ માટે ઓનલાઈન અરજી પણ કરી શકાય છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી સામાજિક કલ્યાણકારી યોજનાઓ જાહેર કરેલી છે. આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઘણી બધી યોજનાઓ લાગુ કરવામાં આવી છે. જેવી કે ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની વિવિધ યોજનાઓ તેમજ બાગાયતી ખેતી માટેની યોજના ચલાવવામાં આવી રહી છે.

ક્રમાંક ઘટકનું નામ અથવા ( ખેતીવાડી યોજનાઓ દ્વારા જે તે ઘટક પર મળતી સહાય)

1 પાવર ટીલર

2 પાણીના ટાંકા બનાવવા માટે ની યોજના

3 વાવણીયો (પશુ સંચાલિત)

Advertising

4 પેડી ટ્રાન્સ પ્લાન્ટર

5 પ્લાઉ

6 ટ્રેકટર ખરીદી યોજના

7 ચાફ કટર (ટ્રેકટર સંચાલિત/પાવર ટીલર સંચાલિત)

8 ચાફ કટર (મશીન/ઇલેક્ટ્રીક મોટર સંચાલિત)

9 કમ્બાઇન્ડ હાર્વેસ્ટર

10 રીઝર/ફરો ઓપનર/બંડફોર્મર

11 પાકના સંગ્રહ ગોડાઉન બનાવવા માટે યોજના

12 પાવર થ્રેસર

13 ફાર્મ મશીનરી બેંક (૧૦ લાખ થી 25 લાખ સુધી)

14 આંતરખેડનું સાધન

15 રોટરી પાવર ટીલર /પાવર વીડર

16 પોટેટો ડીગર

17 ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર

18 ખેતીવાડીના માલ માટે વાહક વાહન

19 રોટાવેટર

20 પોટેટો પ્લાન્ટર

21 પોસ્ટ હોલ ડીગર

22 પ્લાન્ટર

23 બાઈન્ડર/રીપર

24 ગ્રાઉન્ડનટ ડીગર

25 કલ્ટીવેટર

26 ખેતીવાડી ના અન્ય સાધનો માટે

27 બ્રસ કટર

28 સબસોઈલર

29 શ્રેડર/ મોબાઇલ શ્રેડર

30 બેલર ( ટ્રેક્ટર ઓપરેટેડ ગાંસડી બાંધવાનું મશીન)

30 માનવ સંચાલીત કાપણીનું સાધન

32 હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ સાધનો માટે

33 ઓટોમેટીક ડ્રીલ

34 વિનોવીંગ ફેન

35 લેસર લેન્ડ લેવલર

36 લેન્ડ લેવલ માટેનું સાધન

37 મોબાઈલની ખરીદી

38 હેરો

ખેતીવાડી ની યોજનાઓ માટેની યોગ્યતા/માપદંડ

ikhedut portal yojana : ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીવાડી ની યોજનાઓ માં લાભ લેવા માંગતા ખેડૂત મિત્રો માટે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જે ખેડૂત મિત્રો ખેતીવાડીની યોજનાઓ નો લાભ લેવાય ઈચ્છતા હોય તેમને નીચે મુજબની પાત્રતા ના ઠરાવ માંથી પસાર થવાનું રહેશે જે નીચે દર્શાવ્યા મુજબ છે.

  • ખેડૂત મિત્ર ગુજરાત રાજ્ય નો નાગરિક હોવો જરૂરી છે.
  • આ યોજનાનો લાભ મહિલા, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, જનરલ કેટેગરી, સિમાંત વર્ગોમાં આવતા ખેડૂત મિત્રોને લાભ મળવા પાત્ર છે.
  • યોજનાનો લાભ લેવા ઈચ્છુક ખેડૂત મિત્ર ખેતીલાયક જમીનની માલિકી ધરાવતો હોવો જોઈએ .
  • અલગ અલગ યોજના ની વિગતવાર પાત્રતા માટે અધિકૃત વેબસાઈટ આઇ ખેડૂત પોર્ટલ (iKhedut Portal) પર ચકાસવાની રહેશે.

ખેતીવાડી ની યોજનાઓ માટેના જરૂરી દસ્તાવેજો/ ડોક્યુમેન્ટસ

ikhedut portal yojana : ગુજરાત રાજ્ય ના જે ખેડૂત મિત્ર કૃષિ વિભાગની યોજના નો લાભ લેવા ઈચ્છતા હોય તેવા ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા iKhedut Portal આઇ ખેડુત પોર્ટલ વેબસાઈટ બનાવવામાં આવી છે, જેની મદદથી જે ખેડૂત મિત્ર જે તે યોજના માટે અરજી કરવા માંગતા હોય તે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂત મિત્ર પાસે નીચે મુજબના દસ્તાવેજો અથવા પુરાવા હોવા જરૂરી છે.

  • જમીનની 7-12 ની નકલ
  • ખેડૂત મિત્ર જે તે આરક્ષણના વર્ગમાં આવતો હોય જેમ કે SC, ST તેનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ ની કોપી
  • રેશનકાર્ડ ની કોપી
  • જો ખેડૂત મિત્ર વિકલાંગ હોય તો વિકલાંગતા નું પ્રમાણપત્ર
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
  • સક્રિય મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક

ખેતીવાડી ની યોજનાઓ (ikhedut portal yojana) માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?

  • ગુજરાત રાજ્યનો જે તે ખેડૂત મિત્ર ખેતીવાડીની જે તે યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તેમને આઇ ખેડૂત પોર્ટલ (ikhedut portal yojana) દ્વારા ઓનલાઇન અરજી કરવાની છે. તેમજ ગ્રામ્ય કક્ષાના ખેડૂતો યોજનાની અરજી ગ્રામ પંચાયતમાં મંત્રી પાસે થી પણ ઓનલાઇન અરજી કરાવી શકે છે. જો ખેડૂત મિત્ર પાસે થોડું ઘણું ઇન્ટરનેટ ની માહિતી હોય તો તે જાતે ઘર બેઠા ઓનલાઈન અરજી પણ કરી શકે છે. જો તમે જાતે ઓનલાઇન અરજી કરવા ઈચ્છતા હોવ તો નીચે મુજબના પગલાનું પાલન કરો.
  • ખેતીવાડીની જે તે યોજના ની અરજી કરવા માટે સૌપ્રથમ iKhedut Portal (આઇ ખેડુત પોર્ટલ) પર મુલાકાત કરવાની રહેશે.
  • આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટ ઓપન કર્યા બાદ હોમ પેજ પર જમણી બાજુ દર્શાવેલા Links ના વિભાગમાં વિવિધ યોજનામાં અરજી કરો ના ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા નવા પેજમાં તમારી સમક્ષ ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો નો ઓપ્શન આવશે જેની બાજુમાં દર્શાવેલા ક્લિક કરો ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારે જે તે યોજના માટે અરજી કરવાની છે, તેની બાજુમાં દર્શાવેલા બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ જો તમે ખેડૂત પોર્ટલ પર અગાઉ રજીસ્ટ્રેશન કરેલું છે, તો “હા” પર ક્લિક કરો જો તમે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો “ના” પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો તમારે સૌ પ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારી સમક્ષ એક ફોર્મ ઓપન થશે જેમાં માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવી છે. ફોર્મમાં માંગેલી વિગત દાખલ કરાયા બાદ સમગ્ર માહિતી ફરીવાર ચેક કરી લેવી.
  • માહિતી ચેક કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરો. ફોર્મ સબમીટ કરાયા બાદ તમારી પાસે એક અરજી નંબર આવશે જેને સાચવીને રાખો તથા ફોર્મ ની પ્રિન્ટ આઉટ કરી લેવી.

Leave a Comment