Short Briefing: 7/12 Utara Online | Urban/Rural Area Land Records | Gujarat Bhulekh Naksha Online | Gujarat માં Online 7/12 Utara Download કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત
ગુજરાત સરકારના Revenue Department દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઇન બનાવવામાં આવેલ છે. Gujarat E Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે Download કરી શકાશે. આ ડિજીટલ સાઇન્ડની નકલ AnyRoR Anywhere Portal અને iORA portal પરથી મેળવી શકાશે.
AnyRoR Gujarat
ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારમાં ઈ-ગવર્નન્સના પ્રયાસોના ભાગરૂપે જમીનના ગામ નમૂના 7/12 અને 8-અ ની નકલ મેળવી શકાશે. ખેડૂતો પોતાના bhulekh Naksha સરકારના અધિકૃત પોર્ટલ મેળવી શકાશે. જેથી gujarat bhulekh land records કઢાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં.
7 12 Utara & 8-A શું છે?
ખેડૂતોના પોતાની જમીન રેકોર્ડની વિગતો 7 12 utara ના ઉતારામાં સમાવેશ થાય છે. આ રેકોર્ડમાં માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહિતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતીનો સમાવેશ થાય છે. આ અગત્યના રેકોર્ડ દ્વારાએ જમીનમાં નવા પાક વાવેતર માટે પાક લોન મેળવવી માટે પણ ઉપયોગી છે.
Highlight Point
આર્ટિકલનો વિષય | AnyRoR 7/12 Utara Online |
ભાષા | ગુજરાતી અને English |
સેવાનો ઉદ્દેશ | ગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે. |
લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
Official Website AnyRoR | Click Here |
Official Website i-ORA | Click Here |
AnyRoR @Anywhere પર ઉપલબ્ધ સેવાઓ
Revenue Department, Government of Gujarat વેબપોર્ટલ પર ખેડુતો માટે ઘણી બધી સેવાઓ આપવામાં આવે છે. જેમાં AnyRoR Gujara Portal પર ઘણી બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
- Digitally Signed ROR
- View Land Record – Rural
- View Land Record – Urban
- Property Search
- Online Application (IORA)
- CM Relief Fund Contribution
કયા-કયા Land Records AnyRoR પરથી જોઈ શકાશે?
Anyror @Anywhere વેબસાઈટ પરથી ગ્રામ્ય વિસ્તારના જમીન રેકોર્ડ અને શહેરી વિસ્તારના જમીન રેકોર્ડ જોઈ શકાય છે. જેની માહિતી નીચે મુજબ છે.
Rural Land Records । ગ્રામ્ય વિસ્તાર જમીનના રેકોર્ડ
ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પોતાના જમીનનો રેકોર્ડ જોવા માટે મહેસૂલ વિભાગની અધિકૃત વેબસાઇટ જવાનું રહેશે. ગ્રામ્ય વિસ્તારના કયા-કયા જમીન રેકોર્ડ ઓનાલાઈન જોઈ શકાય તેની માહિતી નીચે મુજબ છે.
- e-CHAVDI (ઈ-ચાવડી)
- જૂના સ્કેન કરેલા ગામ નંબર- 7/12 ની વિગતો)
- જૂના સ્કેન કરેલા હકક પત્રક ગામ નંબર-6 ની વિગતો)
- VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો)
- ગા.ન- 8અ ની વિગતો)
- VF-6 એન્ટ્રી Detail (હક્ક પત્રક ગા. ન. 6 ની વિગતો)
- 135-D Notice for Mutation ( હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી ની નોટીસ)
- New Survey No From Old For Promulgated Village
- Entry List By Month Year
- Integrated Survey No Detail (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી)
- Revenue Case Details
- Know Khata By Owner Name (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા)
- Know Survery No Detail By UPIN
URBAN Land Records | શહેરી વિસ્તારના જમીનનો રેકોર્ડ ઓનલાઈન મેળવો.
શહેરી વિસ્તારના નાગરિકો પોતાની જમીનનો રેકોર્ડ ઓનલાઈન જોઈ શકે છે. શહેરી વિસ્તારનો જમીન રેકોર્ડ જોવા માટે પણ મહેસૂલ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ જવાનું રહેશે. કયા-કયા Urban Land Record ઓનાલાઈન જોઈ શકાય તેની માહિતી નીચે મુજબ છે.
- Survey No Detail (સરવે નંબરની વિગતો)
- Nondh No.Details
- 135-D Notice Details
- Know Survey No. By Owner Name
- Entry List By Month Year
- Know Survey No Detail By UPIN
i-ORA Gujarat પર ઉપલબ્ધ સેવાઓ
iORA એટલે કે Integrated Online Revenue Applications થાય છે. મહેસૂલ વિભાગની આ વેબસાઈટ પર જમીનને લગતી ઘણી બધી સેવાઓ આપવામાં આવે છે. જમીનને લગતી સેવાઓ નીચે મુજબ છે.
- પ્રિમિયમ ભરવા પરવાનગી મેળવવા
- બિનખેતી પરવાનગી મેળવવા
- બિનખેતી પ્રિમિયમ સાથે બિનખેતી પરવાનગી
- પ્રામાણિક ઔદ્યોગિક હેતુ પ્રમાણપત્ર મેળવવા
- જમીન ખરીદવા પરવાનગી મેળવવા
- હક્કપત્રક સંબંધિત અરજી
- સિટી સરવે કચેરી સંબંધિત અરજીઓ
- સબ-રજીસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી
- જમીન માપણી સંબંધિત અરજી
- ખેડૂત ખરાઈ પ્રમાણપાત્ર મેળવવા
- ગુજરાત જમીન પચાવવા પર અધિનિયમ-2020
ઓનલાઇન ડીજીટલ સાઇન્ડ નકલ મેળવો
ગુજરાત રાજ્યમાં જમીન માટેનું અગત્યનું રેકર્ડ એટલે ગામના નમૂના નંબર-6, 7/12 ઉતારા, 8-અ ની નકલ તાલુકાના ઈ-ધરા કેન્દ્રો તથા ઈ-ગ્રામ કક્ષાએથી મેળવી શકાય છે. પરંતુ સરકારશ્રી દ્વારા Digitally Signed નકલ ઓનલાઈન મેળવી શકાશે. જેમાં e-Sign અને e-Seal સામેલ હશે. આવી નકલનો ઉપયોગ તમામ અધિકૃત ગણાશે. આવી નકલ મેળવવા માટે Anyror Gujarat અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે. જમીનના આ ઉતારા પર QR Code સામેલ હશે, તેની સત્યતા કે ખરાઈ પણ કોઈપણ જગ્યાએથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કરી શકાશે. આ નકલ માટે ખેડૂતોએ online fee ભરવાની રહેશે.
Digitally Signed RoR Online Download
મહેસૂલ વિભાગના તા-18/11/2021 ના સરકારી ઠરાવ કરીને જાહેર કર્યું છે કે મહેસૂલી દસ્તાવેજોમાં e-sign અને e-Seal નો અમલ કરવામાં આવે. હવેથી ગામ નમૂના ૬, ૭/૧૨ અને ૮-અ ની નકલો કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએથી મેળવી શકાશે. જેના માટે anyror gujarat અને iora પરથી ડાઉનલોડ કરી શકાશે. આ Jamin na Utara કેવી રીતે ડાઉનલોડ કરવા તેની સ્ટેપ બાય સ્ટેપસ માહિતી મેળવીશું.
- સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પર પોર્ટલ પર જાઓ.
- AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.
- તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
- વેબસાઈટની પેજમાં દેખાતા Captcha Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો. જો captcha code વાંચી શકાય એમ ન હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર આવશે.
- કેપ્ચા કોડ નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.
- મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.
after Login । લોગીન કર્યા પછીની પ્રોસેસ
- Login પર click કર્યા બાદ ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના મેળવવા માટેનું ફોર્મ ઓપન થશે.
- ગામ નમૂના નંબર મેકવાવા માટે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.
- તમારે જરૂરી ગામ નમૂના નંબર ની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર- 8 મુજબ “Add Village Form” પર click કરી યાદી તૈયાર કરો.
Procced For Payment | પેમેન્ટ કરવા માટેની પ્રોસેસ
- ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.
- હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” પર ક્લિક કરો.
- .જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.
- નોંધ:- A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે. B) ઓનલાઈન રકમ ભરતાં પહેલાં ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગેની પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.
- પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.
- નોંધ:- A) જો રકમની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate રોર” પર ક્લિક કરી ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર કરો.
- ડીજીટલ ગામ નમૂના નંબર તમારા login માં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ લોગીનમાંથી રદ થશે.
- Digital Gam Namuna Number માં ડીજીટલ સાઇન્ડ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.
- ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.
- ડીજીટલ ગામ નમૂના નંબર માં સામેલ QR Code ની નીચે યુનિક નંબર https://anyror.gujarat.gov.in/rorverify.aspx પર દાખલ કરીને પણ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને ચકાસણી કરી શકાશે.
Important Links Of AnyRoR Gujarat and 7/12 Utara Online
Sr.No | Subject Name |
1 | AnyRoR Gujarat Website |
2 | i-ORA Gujarat Portal |
3 | Download Digitally Signed RoR |
4 | Check URBAN Land Records |
5 | Check Rural Land Records |
6 | New Online Application |
મહેસૂલ વિભાગના AnyRoR Gujarat અને i-ORA Portal પર Digitally Signed ROR બાબતે નાગરિકોના મનમાં ઘણા પ્રશ્નો હોય છે. જેમાં સર્વ સામાન્ય પ્રશ્નો અને તેના જવાબ નીચે મુજબ છે.
1. મહેસૂલ વિભાગ ગુજરાતની અધિકૃત વેબસાઇટ કઈ છે?જવાબ: ગુજરાત રાજ્યમાં મહેસૂલ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ anyror gujraat તથા i-ORA છે.
2. AnyRoR પર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જમીન રેકોર્ડ જોઈ શકાય?જવાબ: હા, આ વેબસાઈટ પર અર્બન લેન્ડ રેકોર્ડ અને રૂરલ લેન્ડ રેકોર્ડ અલગ-અલગ રીતે જોઈ શકાય છે.
3. Digitally Singed નમૂના કઈ વેબસાઈટ પરથી મેળવી શકાશે?જવાબ: ડીજીટલ સાઇન્ડ નમૂના મેળવવા માટે i ORA portal પર જવાનું રહેશે. ત્યાંથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકાશે.
4. ડીજીટલ સાઇન્ડ માટે કેટલી ભરવાની હોય છે?જવાબ: ડીજીટલ સાઇન્ડ ગામ નમૂના માટે ફક્ત રૂ.5 ભરવાના હોય છે. આ ફી ઓનલાઇનથી જ ભરવાની હોય છે.
5. ડીજીટલ સાઇન્ડ ગામ નમૂનાને કોઈ કચેરીમાં જઈને પ્રમાણિત કરવાના હોય છે?જવાબ: ઓનલાઇન QR Code સાથે જનરેટ થયેલા ડીજીટલ સાઇન્ડ નમૂના કોઈ જગ્યાએ ખરાઈ કે પ્રમાણીત કરવા નથી.
6. Digitally Signed ગામ નમૂના કોઈ જગ્યાએથી ખરાઈ કરી શકાય?જવાબ: ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code મા આપેલા યુનિક નંબર દ્વારા કોઈઓણ વ્યક્તિ કે સંસ્થા ચકાસણી કરી શકે છે. ખરાઈ કરવા માટે AnyRoR Verify પરથી કરી શકાય છે.